પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત કરીને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરએ શહેરના મીરા નગર, પારસ નગર, રેલવે અંડરબ્રિજ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને નિરાકરણ અર્થે મુલાકાતમાં કરી હતી અને સ્થળ નિરીક્ષણ કરીને પાણીના યોગ્ય રીતે ઝડપી નિકાલ થાય તે માટે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. વધુમાં કલેક્ટર વધુ પાણી ભરાતા વિસ્તારના લોકોને યોગ્ય જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન સિટી એન્જિનિયર જયદિપસિંહ રાણા સહિતના મહાનગરપાલિકાના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya