નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). ચૂંટણી પંચે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે બે અધિક સચિવ સ્તરના અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પંચના જણાવ્યા અનુસાર, પંચાયતી રાજ મંત્રાલયના અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના અધિક સચિવ ડી. આનંદન, નિરીક્ષક રહેશે. આ ઉપરાંત, ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગના સંયુક્ત સચિવ નીતિન કુમાર શિવદાસ ખાડેને રિઝર્વ રાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન 9 સપ્ટેમ્બરે થશે અને ત્યારબાદ મતગણતરી થશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ