મોડાસા, 22 ઓગસ્ટ (હિ.સ.)સરકાર દ્ધારા 70 થી વધુ વર્ષના તમામ નાગરિકો માટે 10 લાખ રૂપિયાની મેડિકલ સારવાર વિના મૂલ્યે આપવા માટે આયુષ્યમાન વય વંદના યોજના શરૂ કરવામાં આવેલ છે. જેની જાગૃતિ અને કાર્ડ કઢાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા અને તાલુકા આરોગ્ય કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ખાતે કેમ્પ યોજાયો.
તાલુકા આરોગ્ય કચેરીના નિરવભાઈ પટેલ અને તેમની ટિમ દ્ધારા આવેલ વૃદ્ધ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ કાઢવાની પ્રક્રિયા કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ