મેટ્રોના કામથી જર્જરિત રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટીનું આવેદન
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ જર્જરિત બન્યા છે અને ટ્રાફિકની સમસ્યાઓ તીવ્ર બની રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)એ સુરત પોલીસ કમિશ્નરને આવેદન પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી
Surat


સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ જર્જરિત બન્યા છે અને ટ્રાફિકની સમસ્યાઓ તીવ્ર બની રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)એ સુરત પોલીસ કમિશ્નરને આવેદન પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીના નેતૃત્વ હેઠળ અપાયેલા આવેદનમાં જણાવાયું કે મેટ્રોના કામના કારણે અનેક રસ્તાઓ બે વર્ષથી વધુ સમયથી બંધ છે, બેરિકેટિંગને કારણે રસ્તાઓ સાંકડા થયા છે, અને યોગ્ય ટ્રાફિક સંકલનના અભાવમાં વાહનચાલકો તથા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

વેપારીઓના નુકસાન અંગે વેરામાફીની માંગણી શાસકો દ્વારા નકારી દેવામાં આવી હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખાયું છે. આ ઉપરાંત અનિયંત્રિત ખોદકામ, અયોગ્ય ડાયવર્ઝન, અને બેદરકાર વહીવટના કારણે શહેરમાં ઇંધણનો બિનજરૂરી બગાડ, સમય અને નાણાંનો વ્યય વધી રહ્યો છે.

મુખ્ય અસરગ્રસ્ત રસ્તાઓમાં લંબે હનુમાન રોડથી કાપોદ્રા-લક્ષ્મણનગર-કારગીલ ચોક, સુરત સ્ટેશનથી પોદ્દાર આર્કેડ અને સહારા દરવાજા, એ.પી.એમ.સી. માર્કેટ, પર્વત પાટીયા-આંજણા ફલાયઓવર, આરટીઓ-મજૂરા ગેટ-કમેલા દરવાજા, જુની એલબી ટોકીઝ-ભટાર, ડીંડોલી સાંઈ પોઈન્ટ, ઉધના દરવાજા-ઉધના ત્રણ રસ્તા તથા સોસિયો સર્કલનો સમાવેશ થાય છે.

આવેદન આપતી વખતે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત પાર્ટીના તમામ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande