સંસદની સુરક્ષામાં ભંગ કરવાનો પ્રયાસ, સુરક્ષા કર્મચારીઓએ યુવકને પકડ્યો
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) ફરી એકવાર સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાનો પ્રયાસ થયો. શુક્રવારે સવારે લગભગ 5.50 વાગ્યે, સુરક્ષા કર્મચારીઓએ સંસદ ભવનની સીમા દિવાલ પાસે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને પકડી લીધો. નવી દિલ્હી જિલ્લાન
સંસદની સુરક્ષામાં ભંગ કરવાનો પ્રયાસ, સુરક્ષા કર્મચારીઓએ યુવકને પકડ્યો


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) ફરી એકવાર સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાનો

પ્રયાસ થયો. શુક્રવારે સવારે લગભગ 5.50 વાગ્યે, સુરક્ષા કર્મચારીઓએ સંસદ ભવનની સીમા દિવાલ પાસે

પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને પકડી લીધો.

નવી દિલ્હી જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર દેવેશ કુમાર

મહાલાએ જણાવ્યું હતું કે,” પકડાયેલા યુવકની ઓળખ રામ (20) તરીકે થઈ છે. તે

માનસિક રીતે અસ્વસ્થ લાગે છે. તે પોતાનું નામ પણ યોગ્ય રીતે કહી શકતો નથી.” તે જ

સમયે, વરિષ્ઠ પોલીસ

અધિકારીઓના જણાવ્યા અનુસાર,”સમગ્ર મામલાની

તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી

છે.”

નોંધનીય છે કે, આ પહેલા 13 ડિસેમ્બર 2023ના રોજ, સંસદની સુરક્ષામાં ભંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે

દરમિયાન, સંસદની કાર્યવાહી

દરમિયાન કેટલાક છોકરાઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. સુરક્ષામાં આ મોટી ક્ષતિને

ધ્યાનમાં રાખીને, સંસદ ભવનની

સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી હતી. અગાઉ, દિલ્હી પોલીસ આ

જવાબદારી સંભાળી રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande