અલ્કા ઉપાધ્યાયની લઘુમતી આયોગના સચિવ અને રજિત પુન્હાની ની એફએસએસઆઈના સીઈઓ તરીકે નિયુક્તિ
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) મધ્યપ્રદેશ કેડરના 1990 બેચના આઇએએસ અધિકારી અલ્કા ઉપાધ્યાયને લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય લઘુમતી આયોગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, બિહાર કેડરના 1991 બેચના આઈએએસ રજિત પુન્હાન
અલ્કા ઉપાધ્યાયની લઘુમતી આયોગના સચિવ અને રજિત પુન્હાની ની એફએસએસઆઈના સીઈઓ તરીકે નિયુક્તિ


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) મધ્યપ્રદેશ કેડરના 1990 બેચના આઇએએસ અધિકારી અલ્કા

ઉપાધ્યાયને લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય લઘુમતી આયોગના સચિવ તરીકે

નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, બિહાર કેડરના 1991 બેચના આઈએએસ રજિત પુન્હાનીને

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસઆઈ) ના મુખ્ય

કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને, દેબાશ્રી

મુખર્જીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં

આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ અનેક અધિકારીઓની

નિમણૂક અને બદલીને મંજૂરી આપી હતી. કર્મચારી મંત્રાલય દ્વારા આજે આ સંદર્ભમાં એક

આદેશ જારી કરવામાં આવ્યો છે.

વિજય કુમારને, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં વિશેષ ફરજ અધિકારી (ઓએસડી) તરીકે નિયુક્ત

કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, વીએલ કંઠા રાવને જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન વિભાગના

સચિવ તરીકે, નિયુક્ત કરવામાં આવ્યા છે અને સુકૃતિ લિખીને સંરક્ષણ મંત્રાલયના

ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગમાં ઓએસડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

1994 બેચના ઓડિશા કેડરના આઈએએસરંજન ચોપડાને,

આદિજાતિ બાબતોના મંત્રાલયમાં ઓએસડી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન કેડરના નરેશ પાલ ગંગવારને

પશુપાલન અને ડેરી વિભાગના સચિવ તરીકે, નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જ ક્રમમાં, નીરજ વર્માને

ન્યાય વિભાગમાં ઓએસડી, આતિશ ચંદ્રને,

વડાપ્રધાન કાર્યાલયમાં વિશેષ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પીયૂષ

ગોયલને, ખાણ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સંજય ગર્ગને ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના, ભારતીય માનક

બ્યુરોના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રોલી સિંહને

રાષ્ટ્રીય સત્તામંડળ કેમિકલ વેપન્સ કન્વેન્શનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં

આવ્યા છે અને ત્રિશાલજીત સેઠીને કેન્દ્રીય તકેદારી આયોગના સચિવ તરીકે નિયુક્ત

કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande