કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય, કેસી વીરેન્દ્રના ઘરે ઇડીએ દરોડા પાડ્યા
ચિત્રદુર્ગ, નવી દિલ્હી,22 ઓગસ્ટ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અધિકારીઓએ શુક્રવારે સવારે, કર્ણાટકના ચિત્રદુર્ગથી કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. ઇડીટીમ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરે શહેરમાં, કેસ
ઇડી


ચિત્રદુર્ગ, નવી દિલ્હી,22 ઓગસ્ટ (હિ.સ.)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અધિકારીઓએ શુક્રવારે સવારે, કર્ણાટકના ચિત્રદુર્ગથી

કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા.

ઇડીટીમ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરે શહેરમાં, કેસી વીરેન્દ્ર

અને તેમના ભાઈઓ કેસી નાગરાજા અને કેસી થિપ્પેસ્વામીના નિવાસસ્થાન સહિત ચાર ઘરોની

તપાસ કરી રહી છે. ખાનગી વાહનોમાં પહોંચેલા 40 થી વધુ ઇડીઅધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.

આ દરોડો અગાઉના કેસોના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. 11 ડિસેમ્બર, 2016 ના રોજ, જ્યારે આવકવેરા

અધિકારીઓએ વીરેન્દ્રના ઘરે દરોડો પાડ્યો હતો, ત્યારે તેમને બાથરૂમમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 30 કિલો સોનું મળી

આવ્યું હતું.

તાજેતરમાં, રત્ના ગોલ્ડ, રત્ના મલ્ટી સોર્સ, પપ્પી ટેકનોલોજી, રત્ના ગેમિંગ સોલ્યુશન્સ સહિત કેસી વીરેન્દ્રની માલિકીની

ઘણી કંપનીઓ દ્વારા, ગેમિંગ એપ્લિકેશન્સમાં ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવાના

આરોપોને પગલે, દરોડા પાડવામાં આવ્યા છે.

ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરે, બેંગલુરુ અને

ગોવા સહિત કુલ 17 સ્થળોએ ઇડીના

દરોડા ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” ધારાસભ્ય વીરેન્દ્ર હાલમાં

વિદેશમાં છે.”

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande