કચ્છમાં ફરી નોંધાયો ભૂકંપનો આંચકો, તીવ્રતા 3.4, ખાસ અસર નહિ
ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) 10થી વધુ ભૂકંપ ફોલ્ટલાઈન ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક આંચકો નોંધાયો છે. ગુરુવારે રાત્રે નોંધાયેલા આંચકાની ખાસ અસર જોવા મળી નથી. ભચાઉથી 20 કિલોમીટર દૂર કેન્દ્રબિન્દુ રાત્રે 10.12 મિનિટે આવેલા આંચકાની તીવ્રતા 3.4 હતી અને
કચ્છમાં ફરી નોંધાયો ભૂકંપનો આંચકો, તીવ્રતા 3.4, ખાસ અસર નહિ


ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) 10થી વધુ ભૂકંપ ફોલ્ટલાઈન ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક આંચકો નોંધાયો છે. ગુરુવારે રાત્રે નોંધાયેલા આંચકાની ખાસ અસર જોવા મળી નથી.

ભચાઉથી 20 કિલોમીટર દૂર કેન્દ્રબિન્દુ

રાત્રે 10.12 મિનિટે આવેલા આંચકાની તીવ્રતા 3.4 હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિમી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર નોંધાયું હતું. કચ્છમાં નવી ફોલ્ટલાઈન પર આવેલા આંચકા સાથે મોટી તીવ્રતાના આંચકાની સંખ્યા વધી હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત 10.19 વાગ્યે પણ રાપર નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande