શ્રાવણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે, શ્રી સોમનાથ મહાદેવનો મહાકાલ દર્શન શૃંગાર
સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દુરદુરથી ભક્તજનો સોમનાથ તીર્થમાં ઉમટી પડ્યા હતા. આ અવસરે સોમનાથ મહાદેવને વિશેષ મહાકાલ દર્શન શૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. આ ખાસ શૃંગારમાં સોમનાથ મહાદ
સોમનાથ મહાદેવનો મહાકાલ દર્શન શૃંગાર


સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દુરદુરથી ભક્તજનો સોમનાથ તીર્થમાં ઉમટી પડ્યા હતા. આ અવસરે સોમનાથ મહાદેવને વિશેષ મહાકાલ દર્શન શૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા.

આ ખાસ શૃંગારમાં સોમનાથ મહાદેવને ત્રિપુંડ, રુદ્રાક્ષમાળા અને સર્પ સાથે શોભિત કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ સુગંધિત પુષ્પો, બિલ્વપત્ર સહિત ધૂપ-દીપની આરતીના દર્શન ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. મંદિર પ્રાંગણમાં ભક્તિભાવથી ગુંજતા ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

ભક્તોએ જણાવ્યું કે, સોમનાથ મહાદેવના આ મહાકાલ દર્શન શૃંગારનો લાભ લઇને તેઓ ધન્ય બન્યા છે. શ્રાવણ માસના દરેક દિવસે અને ખાસ કરીને શિવરાત્રિના પર્વે ભક્તો માટે સોમનાથ ધામ પરમશાંતિ અને પરમ આનંદનો અનુભવ કરાવે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સરળ અને સુચારૂ રહે તે માટે ટ્રસ્ટ સતત તત્પર રહે છે. સાથે જ ભક્તોને પ્રસાદ વિતરણ, સુરક્ષા અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવી હતી. સોમનાથ ધામે, આ અવસરે ભક્તજનોની ભીડ હોવા છતાં શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande