ઊંઝામાં ઇસરો-એસએસીનું સ્પેસ પ્રદર્શન : મંગળ મિશન મોડેલ સહિત અવકાશ ટેકનોલોજીની ઝાંખી
મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.)ઊંઝા શહેરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે ઈસરો અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC), અમદાવાદના સહયોગથી સરદાર ચોક નજીક આવેલા શ્રી કન્યા કેળવણી મંડળ સંકુલમાં બે દિવસીય સ્પેસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ
ઊંઝામાં ઇસરો-એસએસીનું સ્પેસ પ્રદર્શન : મંગળ મિશન મોડેલ સહિત અવકાશ ટેકનોલોજીની ઝાંખી


મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.)ઊંઝા શહેરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે ઈસરો અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC), અમદાવાદના સહયોગથી સરદાર ચોક નજીક આવેલા શ્રી કન્યા કેળવણી મંડળ સંકુલમાં બે દિવસીય સ્પેસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં ઈસરોનો ઇતિહાસ, ભારતના સ્પેસ પ્રોગ્રામની સિદ્ધિઓ તેમજ ભવિષ્યના રોડમેપની માહિતી રજૂ કરવામાં આવી છે. મુખ્ય આકર્ષણ તરીકે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોનું કાર્યકારી મોડેલ, વિક્રમ સારાભાઈ સ્પેસ પ્રદર્શન અને મંગળ મિશન કેમેરાના મોડલ મૂકાયા છે, જેને મોટી સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે.

પ્રદર્શનના બીજા દિવસે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. સ્કૂલ અને કોલેજના અંદાજે 8800 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ભારતની અવકાશ ટેકનોલોજી, સંશોધન અને સિદ્ધિઓની પ્રેરણાદાયી ઝાંખી મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande