રાજુલા તાલુકાના વિકટર ગામે દરિયાના પાણીથી રક્ષણ માટે 3 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલને સૈદ્ધાંતિક મંજૂરી
અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે દરિયાના પાણીના ઘુસણખોરીથી ગામને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે અંદાજે રૂ. 3 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલ (Flood Protection Wall) બનાવવા માટે સૈદ્ધાંત
રાજુલા તાલુકાના વિકટર ગામે દરિયાના પાણીથી રક્ષણ માટે 3 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલને સૈદ્ધાંતિક મંજૂરી


અમરેલી, 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે દરિયાના પાણીના ઘુસણખોરીથી ગામને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે અંદાજે રૂ. 3 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલ (Flood Protection Wall) બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વિકટર ગામ દરિયાકાંઠે આવેલું હોવાથી દર વર્ષે મોસમ દરમિયાન ઊંચી જ્વારમાં દરિયાનું પાણી ગામની હદમાં ઘુસી જતું હતું. જેના કારણે ખેતી જમીનને ખારાશ થતી હતી તેમજ ગ્રામજનોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. વારંવાર પાણી ઘુસવાના કારણે ગામના લોકોમાં ચિંતા અને ભયનું માહોલ સર્જાતો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ સરકારે ગ્રામજનોની માંગને માન્યતા આપીને પુર સંરક્ષણ દિવાલ માટે અંદાજીત 3 કરોડ રૂપિયાના ખર્ચની મંજુરી આપી છે. દિવાલ બાંધકામ થતા દરિયાના પાણીની ઘુસણખોરી અટકશે, ખેતી જમીન બચી શકશે અને ગામના લોકો નિર્ભય જીવન જીવી શકશે.

સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે આ દિવાલથી ગામનું લાંબા ગાળાનું રક્ષણ શક્ય બનશે અને ખેડૂતોને પણ ખેતીમાં રાહત મળશે.

વિકટર ગામે પુર સંરક્ષણ દિવાલ બાંધવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પ્રકલ્પ ગામના લોકો માટે જીવલેણ સમસ્યાનો કાયમી ઉકેલ સાબિત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande