જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં ગઈકાલે બપોરે એક ઈંચ તેમજ જોડિયામાં પોણો ઈંચ તેમજ આજે અડધો ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત અન્ય ચાર તાલુકાઓમાં હળવા ઝાપટાં વરસ્યા હતા.
જામનગર જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાયો છે. આજે બપોરે પુરા થતાં ર૪ કલાકમાં જામનગરમાં ૩૧ મી.મી., જોડિયામાં ર૮ મી.મી., ધ્રોલમાં ૬ મી.મી., કાલાવડમાં ૪ મી.મી., લાલપુરમાં ૮ મી.મી. અને જામજોધપુરમાં ૬ મી.મી. વરસાદ થયો હતો.
આ ઉપરાંત ગઈકાલે અમૂક ગામડાઓમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. જેમાં વાંસજાળીયામાં ર૩ મી.મી., મોટા પાંચ દેવડમાં રર મી.મી., લૈયારામાં ૧૪ મી.મી., લાખાબાવળ ૧૪, મોટી બાણુંગારમાં ૧પ મી.મી. અને કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટાં વરસ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt