જૂનાગઢ, 22 ઓગસ્ટ (હિ.સ.) ચોરવાડ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ તેમજ અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળ ના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા વરદ હસ્તે ચોરવાડમાં ઝુંડ માતાજીના મેળા નુ ઉદઘાટન કરી ખુલ્લો મૂકયો.
વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા દર વષઁ ની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનો મેળો ભરાય છે આ પાંચ દિવસ યોજાનાર મેળા નુ ઉદઘાટન ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોર કુહાડા એ કરેલ હતુ. આજથી વેરાવળ - પાટણ ના હજારોની સંખ્યામા ખારવા સમાજ ના પરીવારો ચોરવાડ ખાતે પાંચ દિવસ નુ રોકાણ કરશે જેમા ટ્રેન્ક બાંધીને ૫૦૦૦ થી વધુ ઝુપડાઓ બનાવવામા આવ્યા છે ત્યા પાંચ દિવસ સુધી અધતન બંગલાઓ મા રહેનારો ખારવા સમાજ સામાન્ય માણસ ની જેમ અહી રહે છે, સાથે જમવાની, રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્રારા કરવામા આવે છે તેમજ સાસંકૃતિક કામઁક્મો, રાસગરબા સહીતના કામઁક્મ યોજાય છે. તારીખ ૨૪/૮/૨૦૨૫ ભાદરવા ની એકમ ને રવિવાર ના રોજ માતાજી ને પૂજાપો ચડાવામાં આવશે.
આજરોજ ઉદઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મંત્રી નારણભાઇ બાંડીયા ખારવા સમાજ ના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહીત સાથે જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ