કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરી, 5૦ શ્રદ્ધાળુઓનું છેલ્લું જૂથ ભારત પરત ફર્યું
પિથોરાગઢ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) કૈલાશ માનસરોવર યાત્રા કર્યા પછી, શ્રદ્ધાળુઓનું પાંચમું અને છેલ્લું જૂથ શુક્રવારે સવારે ભારતીય સરહદ પર સુરક્ષિત રીતે પરત ફર્યું. 5૦ શ્રદ્ધાળુઓના આ જૂથમાં, 37 પુરુષો અને 13 મહિલાઓનો સમાવ
કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરી, 5૦ શ્રદ્ધાળુઓનું છેલ્લું જૂથ ભારત પરત ફર્યું


પિથોરાગઢ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ

(હિ.સ.) કૈલાશ માનસરોવર યાત્રા કર્યા પછી, શ્રદ્ધાળુઓનું પાંચમું અને છેલ્લું જૂથ શુક્રવારે સવારે

ભારતીય સરહદ પર સુરક્ષિત રીતે પરત ફર્યું. 5૦ શ્રદ્ધાળુઓના આ જૂથમાં, 37 પુરુષો

અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.

કૈલાશ માનસરોવર યાત્રા કર્યા પછી, શ્રદ્ધાળુઓનું

પાંચમું અને છેલ્લું જૂથ શુક્રવારે સવારે 9.૩૦ વાગ્યે લિપુલેખ પાસથી ભારતીય સરહદ

પર પહોંચ્યું. સરહદ પર આઈટીબીપીના જવાનોએ, મુસાફરોનું ફૂલમાળા પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત

કર્યું. રસ્તાની અનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ જૂથ આગળની મુસાફરી કરશે. મુસાફરોની સુવિધા

માટે વહીવટીતંત્ર અને કુમાઉ મંડળ વિકાસ નિગમ (કેએમવીએન) દ્વારા જરૂરી

વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ યાત્રાળુઓના જૂથમાં આ રાજ્યોના યાત્રાળુઓનો સમાવેશ થાય

છે: ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 6, રાજસ્થાનના 6, દિલ્હીના 4, તમિલનાડુના 4, કર્ણાટકના 4, તેલંગાણાના 3, હરિયાણાના 3, પશ્ચિમ બંગાળના 2, બિહારના 2, છત્તીસગઢના 2, મધ્યપ્રદેશના 2, ઝારખંડના 1, ત્રિપુરાના 1, મહારાષ્ટ્રના 1 અને હિમાચલ પ્રદેશના 1 યાત્રાળુઓ છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande