મહેસાણા શિલ્પા ગેરેજ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મૂર્તિ સ્ટોલ
મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણામાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર શિલ્પા ગેરેજ રોડ પર આ વર્ષે 30 થી વધુ સ્ટોલ પર્યાવરણ અનુકૂળ માટીની ગણપતિ મૂર્તિઓથી સજ્જ થયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં મૂર્તિ વેચાણ કરતા
મહેસાણા શિલ્પા ગેરેજ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મૂર્તિ સ્ટોલ

મહેસાણા શિલ્પા ગેરેજ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મૂર્તિ સ્ટોલ

મહેસાણા શિલ્પા ગેરેજ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મૂર્તિ સ્ટોલ

મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણામાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર શિલ્પા ગેરેજ રોડ પર આ વર્ષે 30 થી વધુ સ્ટોલ પર્યાવરણ અનુકૂળ માટીની ગણપતિ મૂર્તિઓથી સજ્જ થયા છે.

છેલ્લા કેટલાય વર્ષોથી અહીં મૂર્તિ વેચાણ કરતા આકાશભાઈ પ્રજાપતિ જણાવે છે કે લોકો પીઓપી કરતા માટીની મૂર્તિ વધારે પસંદ કરે છે. આ વર્ષે લાલબાગ, સિદ્ધિ વિનાયક, બાલ ગણેશ, શિવ અને કૃષ્ણના વેશમાં ગણેશ સહિત અનેક શૈલીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. 100 થી લઈને 21000 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે.

વેપારીઓ મુજબ ચતુર્થી પહેલા જ વેચાણ તેજ થયું છે અને આ વર્ષે ભીડ વધવાની આશા છે. શિલ્પા ગેરેજ રોડ પર રોજ સવારે થી રાત્રે સુધી ખરીદી કરવા આવનારા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે, બાપ્પાના આગમન માટે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande