નિર્માતાઓએ, ચિરંજીવીની ફિલ્મનું નામ જાહેર કર્યું
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) મેગાસ્ટાર ચિરંજીવીએ, પોતાનો 70મો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો અને પોતાના ચાહકોને એક શાનદાર ભેટ આપી. તેમણે પોતાની 157મી ફિલ્મનું નામ જાહેર કર્યું છે, જે તેમના કરિયરની બીજી મોટી અને યાદગાર ફિલ્મ
ફિલ્મ


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) મેગાસ્ટાર ચિરંજીવીએ, પોતાનો 70મો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે

ઉજવ્યો અને પોતાના ચાહકોને એક શાનદાર ભેટ આપી. તેમણે પોતાની 157મી ફિલ્મનું નામ

જાહેર કર્યું છે, જે તેમના કરિયરની

બીજી મોટી અને યાદગાર ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મનું નામ 'મન શંકર વરપ્રસાદ

ગરુ' છે, જેનું દિગ્દર્શન

લોકપ્રિય ફિલ્મ નિર્માતા અનિલ રવિપુડી કરી રહ્યા છે.

ચિરંજીવીના આ નવા પ્રોજેક્ટની પહેલી ઝલક પણ રિલીઝ થઈ ગઈ છે.

સામે આવેલા વીડિયોમાં તેમનો મજબૂત અને ડેશિંગ સ્ટાઇલ જોવા મળે છે. વીડિયોની

શરૂઆતમાં, તેઓ કારમાં

બેઠેલા જોવા મળે છે અને ત્યારબાદ તેઓ જબરદસ્ત એક્શન સીન્સ કરતા જોવા મળે છે. આ ઝલક

ચાહકોમાં ભારે ઉત્સાહ પેદા કરી રહી છે અને સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ

રહી છે.

ફિલ્મ સાથે જોડાયેલી બીજી એક મોટી જાહેરાત એ છે કે, 'મન શંકર વરપ્રસાદ

ગરુ' આવતા વર્ષે

સંક્રાંતિના અવસર પર, સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે, તહેવારની ઉજવણી

વચ્ચે ચાહકોને ચિરંજીવી તરફથી આ ભેટ મળશે. આ ફિલ્મમાં તેમની સાથે દક્ષિણની જાણીતી

અભિનેત્રી નયનતારા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેનાથી દર્શકોનો ઉત્સાહ વધુ વધ્યો છે.

નિર્માણની વાત કરીએ તો, 'મન શંકર વરપ્રસાદ ગરુ' નું નિર્માણ સાહુ ગારપતિ અને સુષ્મિતા કોનિડેલા કરી રહ્યા

છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ મોટા બજેટમાં બની રહી છે અને તેમાં શાનદાર એક્શન, મજબૂત ડ્રામા અને

મનોરંજનથી ભરપૂર હશે. જ્યારે 'મન શંકર વરપ્રસાદ ગરુ' 2026 ના સંક્રાંતિ પર રિલીઝ થશે, ત્યારે એ જોવું

રસપ્રદ રહેશે કે ચિરંજીવીનો આ નવો અવતાર, દર્શકોના હૃદયમાં કેટલી અસર છોડી જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande