ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): હૈદરાબાદ-સિકંદરાબાદને કચ્છ સાથે જોડતી રેલ સેવા શરૂ કરવા કચ્છના સાંસદ અને ધારાસભ્યને આપવામાં આવ્યું છે.
નવી ટ્રેન શરુ કરવા રજૂઆત કરાઈ
પ્રાણીમિત્ર રમેશ જાગીરદાર મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્યો કેશુભાઇ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાને આવેદન પાઠવીને ટ્રેન શરુ કરવા માટે લેખિત રજૂઆત કરાઇ છે. કચ્છ હવે પચરંગી પ્રદેશ બન્યો હોવાના લીધે ભારતભરના લોકો કચ્છમાં વસ્યા છે અને દક્ષિણ ભારતમાં સહિતના ભાગોમાં અવાર જવર છે. હૈદરાબાદ સાથે પણ નાતો હોવાના કારણે ટ્રેન સેવા જરૂરી છે.
રેલસેવા શરુ કરવા ચકાસણી કરાશે
નાનાલાલ સોમજિયાણી,નંદકિશોર બાબુલાલ છાભૈયા અને મનોજ સોમજિયાણી આ રજૂઆતમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી જયકિશન રેડ્ડીએ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરતા રેલવે મંત્રાલયે આ મુદ્દે રેલસેવા શરૂ કરવા માટેની શક્યતાઓ ચકાસવાની કામગીરી શરૂ કરાયાનું જણાવાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA