નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (એનસીએચ) એ, જુલાઈ
મહિનામાં 27 ક્ષેત્રોમાં 7,256 ગ્રાહક ફરિયાદોનું નિરાકરણ કર્યું છે અને 2.72 કરોડ
રૂપિયાનું રિફંડ આપ્યું છે. ઈ-કોમર્સ ક્ષેત્રમાં રિફંડ સંબંધિત ફરિયાદોની સંખ્યા
સૌથી વધુ 3,594 હતી, જેના પરિણામે
1.34 કરોડ રૂપિયાનું રિફંડ મળ્યું.
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મુસાફરી અને
પર્યટન ક્ષેત્ર એનસીએચ પછી આવે છે, જ્યાં 31 લાખ રૂપિયાનું રિફંડ કરવામાં આવ્યું હતું. એનસીએચ પર
કોલની સંખ્યા દસ ગણી વધી છે, જે ડિસેમ્બર 2015 માં 12,553 હતી જે ડિસેમ્બર 2024 માં
1,55,138 થઈ ગઈ છે. તેવી જ રીતે,સરેરાશ માસિક ફરિયાદ નોંધણી 2017 માં 37,062 થી
વધીને 2024 માં 1,11,951 થઈ ગઈ છે. આ ઉપરાંત, ડિજિટલ માધ્યમો અપનાવનારા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો
છે અને વોટ્સએપ દ્વારા ફરિયાદ નોંધણી માર્ચ 2023 માં 3 ટકાથી વધીને માર્ચ 2025 માં
20 ટકા થઈ ગઈ છે.”
એનસીએચ ગ્રાહકો, સરકારી એજન્સીઓ, ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નિયમનકારી સંસ્થાઓને એકસાથે
લાવતા એક સંકલિત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. હેલ્પલાઇનના ટેકનોલોજીકલ
પરિવર્તનથી તેની પહોંચ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ