દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાના કેસમાં રાજકોટમાં 5 લોકોની પૂછપરછ, પોલીસ એકને સાથે લાવી રહી છે....
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે, ગુજરાતના રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરી છે. આ લોકોમાંથી એક તૈસીન સૈયદને લઈને પોલીસ દિલ્હી પરત ફરી રહી છે. તૈસીન સૈયદ પર મુખ્યમંત્
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાના કેસમાં રાજકોટમાં 5 લોકોની પૂછપરછ, પોલીસ એકને સાથે લાવી રહી છે....


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર

હુમલાના કેસમાં દિલ્હી પોલીસે, ગુજરાતના રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરી છે. આ

લોકોમાંથી એક તૈસીન સૈયદને લઈને પોલીસ દિલ્હી પરત ફરી રહી છે. તૈસીન સૈયદ પર

મુખ્યમંત્રી પર હુમલો કરવાના આરોપી, રાજેશ સાકરિયાને કેટલાક પૈસા ટ્રાન્સફર કરવાનો

આરોપ છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસ તે

દસ લોકોની પણ શોધ કરી રહી છે, જેઓ કોલ અને મેસેજ દ્વારા આરોપીઓના સંપર્કમાં હતા.

બુધવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. આ હુમલો

ત્યારે થયો હતો જ્યારે મુખ્યમંત્રી, જાહેર સુનાવણી કરી રહ્યા હતા. તે સમયે રાજેશ

સાકરિયા ફરિયાદ આપવા માટે કતારમાં ઉભા હતા. તેમનો વારો આવે તે પહેલાં, તેઓ એક ફરિયાદીની

આગળ ગયા, મુખ્યમંત્રીને

મળ્યા અને તેમને ધક્કો માર્યો. ધક્કા પછી, મુખ્યમંત્રી પડી ગયા. હુમલા બાદ, મુખ્યમંત્રીને

ખભા અને માથામાં સામાન્ય ઈજાઓ થઈ હતી.

આરોપી ઘટનાસ્થળે જ ઝડપાઈ ગયો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ

હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા

અનુસાર, “શરૂઆતની તપાસમાં

જાણવા મળ્યું છે કે, તેણે જાહેર સુનાવણીનો આખો વીડિયો પણ જોયો હતો. હુમલાના મૂળ

સુધી પહોંચવા માટે પોલીસ આરોપીઓના જોડાણોની તપાસ કરી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande