પ્રધાનમંત્રી, આજે બિહાર અને બંગાળની મુલાકાત દરમિયાન, કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શુક્રવારે બે રાજ્યો બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી, સૌપ્રથમ બિહારના ગયાજી પહોંચશે જ્યાં તેઓ લગભગ 13 હજાર ક
પ્રધાનમંત્રી, આજે બિહાર અને બંગાળની મુલાકાત દરમિયાન, કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શુક્રવારે બે રાજ્યો બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી મોદી, સૌપ્રથમ બિહારના ગયાજી પહોંચશે જ્યાં તેઓ લગભગ 13 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બિહારને બે ટ્રેનો પણ ભેટ આપશે. પ્રધાનમંત્રી ગયા-દિલ્હી અમૃત ભારત ટ્રેન અને વૈશાલી-કોડર્મા બુદ્ધ સર્કિટ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ, ગંગા નદી પર બેગુસરાયમાં બનેલા આન્ટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી, આજે સાંજે લગભગ ચાર વાગ્યે કોલકતા પહોંચશે, જ્યાં તેઓ ઉદ્ઘાટન કર્યા પછી કોલકતા મેટ્રોના નવા વિભાગમાં મુસાફરી કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી, કોલકતામાં 5 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ દમદમ છાવણીમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande