પંજાબી ફિલ્મ હાસ્ય કલાકાર, જસવિંદર ભલ્લાનું અવસાન
ચંદીગઢ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). પ્રખ્યાત પંજાબી ફિલ્મ હાસ્ય કલાકાર, જસવિંદર ભલ્લા (65 વર્ષ)નું શુક્રવારે સવારે ચંદીગઢ નજીક મોહાલીમાં અવસાન થયું. ભલ્લા છેલ્લા ઘણા દિવસોથી બીમારીને કારણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે આજે સવાર
પંજાબી ફિલ્મ હાસ્ય કલાકાર, જસવિંદર ભલ્લા


ચંદીગઢ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). પ્રખ્યાત પંજાબી ફિલ્મ હાસ્ય કલાકાર, જસવિંદર ભલ્લા (65 વર્ષ)નું શુક્રવારે સવારે ચંદીગઢ નજીક મોહાલીમાં અવસાન થયું. ભલ્લા છેલ્લા ઘણા દિવસોથી બીમારીને કારણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા. જસવિંદર ભલ્લાના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ મોહાલીમાં કરવામાં આવશે.

જસવિંદર ભલ્લા એવા પંજાબી હાસ્ય કલાકારોમાંના એક હતા, જેમણે દૂરદર્શનના સાપ્તાહિક કાર્યક્રમોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જસવિંદર ભલ્લા, 1989માં પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણામાં લેક્ચરર તરીકે જોડાયા હતા. કૃષિ યુનિવર્સિટીમાં સેવા આપવાની સાથે, તેમણે રંગભૂમિની દુનિયામાં પણ પોતાની પકડ મજબૂત કરી.

પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં એક સમય એવો આવ્યો, જ્યારે ફિલ્મ નાયકો કરતાં જસવિંદર ભલ્લાની માંગ વધુ હતી. જસવિંદર ભલ્લા 2020માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. તેમણે સૌપ્રથમ 1988માં ચાચા ચતરા ના પાત્ર તરીકે દૂરદર્શનમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

છેલ્લા બે દાયકામાં ભાગ્યે જ કોઈ પંજાબી ફિલ્મ એવી હશે, જેમાં જસવિંદર ભલ્લા ન દેખાયા હોય.

જસવિંદર ભલ્લાની મુખ્ય ફિલ્મોમાં જટ એન્ડ જુલિયટ, કેરી ઓન જટ્ટા, ગોલક બુગની બેંક તે બટવા, બધાઇયાં જી બધાઇયાં, માહી મેરા નિક્કા જીહા જેવી ડઝનબંધ હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 2024 માં, જસવિંદર ભલ્લાની - શિંદા શિંદા નો પાપા - તેમની છેલ્લી ફિલ્મ હતી. તેઓ હજુ પણ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા.

જસવિંદર ભલ્લાના નિધન પર, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ભલ્લાના નિધન સાથે પંજાબી ફિલ્મોમાં એક યુગનો અંત આવ્યો છે.

પંજાબી ફિલ્મ અભિનેતા ગિપ્પી ગ્રેવાલે, જેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે જસવિંદર ભલ્લા સાથે કામ કર્યું હતું, કહ્યું કે ભલ્લાના નિધન પછી, આજે તેમના માટે શબ્દો ઓછા પડે છે. પંજાબનો દરેક રહેવાસી ભલ્લાના નિધનથી દુઃખી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande