રાધાકૃષ્ણ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે 6.09 લાખની છેતરપિંડી
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં રિંગ રોડ પર આવેલ રાધાકૃષ્ણ ટેસ્ટટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને અમદાવાદના ચાર ઠગબાજ ઇસમો ભેટી ગયા હતા. અમદાવાદના કાપડ દલાલ મારફતે સંપર્કમાં આવેલા અન્ય ત્રણ વેપારીઓએ ભેગા મળી રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધર
રાધાકૃષ્ણ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે 6.09 લાખની છેતરપિંડી


સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં રિંગ રોડ પર આવેલ રાધાકૃષ્ણ ટેસ્ટટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને અમદાવાદના ચાર ઠગબાજ ઇસમો ભેટી ગયા હતા. અમદાવાદના કાપડ દલાલ મારફતે સંપર્કમાં આવેલા અન્ય ત્રણ વેપારીઓએ ભેગા મળી રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 6.09 લાખનો ગારમેન્ટ ફેબ્રિક કાપડનો માલ ખરીદી કર્યો હતો. ત્યારબાદ તેઓએ એક પણ રૂપિયો પર જ નહીં આપી એલ ફેલ ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી અને ફોન પણ બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વૃદ્ધ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઠગ બાજો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ખટોદરા વિસ્તારમાં ઉધના મગદલ્લા રોડ પર રવિશંકર સંકુલ પાસે આવેલ સત્ય એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષીય મુકેશભાઈ હરિકૃષ્ણ ખચેડુમલ ગુપ્તા રિંગ રોડ પર આવેલ રાધાકષ્ણ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સંપૂર્ણા ફેશન નામની દુકાન ધરાવે છે. વર્ષ 2024 માં મુકેશભાઈ કાપડ દલાલ મોહિત ફુલવાની (કેનાવ્યા એજન્સીના માલિક ઠેકાણું દુકાન નંબર-53 બીજો માળ નવી અક્કલ ટ્રસ્ટ બિલ્ડીંગ પાંચકુવા અમદાવાદ), મારફતે બ્રિજેશ કુમાર મહેશભાઈ મકવાણા (“એસ.વી.એસ. ટેક્સ્ટાઇલ” ના માલિક ઠેકાણું B/97 ત્રીજો માળ સુમુલ બિઝનેસ પાર્ક બે કાંકરિયા રોડ વ્રજભવન અમદાવાદ), ગૌરવ મહેશભાઈ મકવાણા (વૈદિક ક્રિએશનના માલિક ઠેકાણું પ્લોટ નંબર C/10 મધુરમ એસ્ટેટ ઓઢવ અમદાવાદ) અને જયદીપભાઇ સોની (એસ.વી.પી. ટેક્સ્ટાઇલ ના માલિક ઠેકાણું-C/197 બીજો માળ સુમેલ બિઝનેસ પાર્ક-2 વિજય ભવન સામે કાંકરિયા રોડ અમદાવાદ)ના સંપર્કમાં આવ્યા હતા. આ ત્રણેય વેપારીઓએ મુકેશભાઈ ગુપ્તાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી તારીખ 24/12/2024 થી 28/1/2025 સુધીમાં અલગ અલગ બિલ અને ચલણથી રૂપિયા 6.09 લાખનો ગારમેન્ટ ફેબ્રિક કાપડનો માલ ખરીદી કર્યો હતો. ત્યારબાદ તેઓએ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ બાદમાં કાપડ દલાલ સહિત ત્રણે ઠગ્બાજ ઈસમો ભેગા મળી વૃદ્ધ વેપારીને એક પણ રૂપિયો ચુકવ્યો ન હતો. જેથી મુકેશભાઈએ પૈસાની ઉઘરાણી ચાલુ કરતાં તમામ ઈસમો ભેગા મળી મુકેશભાઈ ને એલફેલ ગાળો આપી ઢીંક મૂકીનો માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ હવેથી બીજી વાર પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર મુકેશ ગુપ્તાએ આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande