અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાની હત્યા મામલે પાટણના સિંધી સમાજનું આવેદન
પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)20 ઑગસ્ટ 2025ના રોજ અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યા થયેલી ઘટનાએ પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાના વિરોધમાં આજે પાટણના સિંધી સમાજે કલેક્ટર કચેરી ખાતે
અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાની હત્યા મામલે પાટણના સિંધી સમાજનું આવેદન


પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)20 ઑગસ્ટ 2025ના રોજ અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યા થયેલી ઘટનાએ પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાના વિરોધમાં આજે પાટણના સિંધી સમાજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.

સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો–વેપારીઓએ હાજરી આપીને હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ શાળાની બેદરકારી બદલ સેવન ડે સ્કૂલને બંધ કરવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું. તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારે બેદરકારી સ્વીકાર્ય નહીં ગણાય.

કાર્યક્રમ દરમ્યાન સમાજના પ્રતિનિધિઓએ મૃતક નયન સન્તાનીના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘડીમાં સમગ્ર સિંધી સમાજ પરિવાર સાથે ખભે ખભા મિલાવીને અડગ ઊભો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande