29 મીથી રાજ્ય ક્લોજડ સ્ક્વોશ ચેમ્પિયનશિપ, છત્તીસગઢના 8૦ ખેલાડીઓ ભાગ લેશે
રાયપુર,નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે, છત્તીસગઢ સ્ક્વોશ એસોસિએશન અને રાયપુર જિલ્લા સ્ક્વોશ એસોસિએશન રાયપુરમાં રાજ્ય ક્લોજડ સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છે. આ ચેમ્પિયનશિપમાં છત્તીસગઢના વિવિધ
રમત


રાયપુર,નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે, છત્તીસગઢ સ્ક્વોશ

એસોસિએશન અને રાયપુર જિલ્લા સ્ક્વોશ એસોસિએશન રાયપુરમાં રાજ્ય ક્લોજડ સ્ક્વોશ

ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છે. આ ચેમ્પિયનશિપમાં છત્તીસગઢના વિવિધ

જિલ્લાઓમાંથી 8૦ ખેલાડીઓ ભાગ લેશે.

એસોસિએશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચેમ્પિયનશિપ 29 ઓગસ્ટે

સવારે 1૦ વાગ્યે શરૂ થશે,

જે 31 ઓગસ્ટ સુધી

ચાલશે. ભારતીય સ્ક્વોશ રેકેટ ફેડરેશન દ્વારા સંચાલિત રાજ્ય ક્લોજડ સ્ક્વોશ

ચેમ્પિયનશિપ દર વર્ષે એકવાર દેશના તમામ સંલગ્ન રાજ્ય એકમો દ્વારા આયોજિત કરવામાં

આવે છે. તેમાં ભાગ લેનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે તેમના પ્રદર્શનના આધારે

રેન્કિંગ મેળવે છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / ગવેન્દ્ર

પ્રસાદ પટેલ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande