વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતે “કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર”નું ઉદઘાટન
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર, એમ.એલ. કાકડીયા ભવન, આઈ.એ.એસ./આઈ.પી.એસ. ટ્રેનિંગ સેન્ટર, સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતે કુલપતિડૉ. કિશોરસિંહ એન. ચાવડા ની અધ્યક્ષતામાં તા. 22-08-2025
Surat


સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- કાપડ સંશોધન અને

વિસ્તરણ કેન્દ્ર, એમ.એલ. કાકડીયા ભવન, આઈ.એ.એસ./આઈ.પી.એસ. ટ્રેનિંગ સેન્ટર, સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતે કુલપતિડૉ. કિશોરસિંહ એન. ચાવડા ની અધ્યક્ષતામાં તા. 22-08-2025 ને શુકવારના

રોજ બપોરે 01.00 કલાકે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત પૂર્વ

સંસદસભ્ય દર્શના વિક્રમ જરદોશ તરફથી ફાળવેલ અનુદાનમાંથી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કાપડ સંશોધન અને

વિસ્તરણ કેન્દ્રનું ઉદઘાટન દર્શના વિક્રમ જરદોશ, પૂર્વ રેલવે અને ટેકસટાઈલ રાજ્યમંત્રી ભારત

સરકાર તથા પૂર્વ સાંસદ સુરત શહેર (2009-2024) નાં વરદ હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું.

જેમાં અતિથી વિશષ દક્ષેશભાઈ માવાણી, મેયર, સુરત મહાનગર પાલિકા અને સંદીપભાઈ દેસાઈ,

ધારાસભ્ય, ગુજરાત રાજ્ય, વિશ્વવિદ્યાલયના

ઈ. ચા. કુલસચિવ ડૉ. એન. આર. પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય, વિવિધ બોર્ડના સભ્યશ્ઓ તથા યુનિવર્સિટીના વિવિધ વિભાગીય વડાઓ, કર્મચારીઓ

અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રસંગિક ઉદબોધન ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ કર્યું

હતું તેમણે સુરતનો વિકાસ અને પૂર્વ કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી દર્શનાબેન

જરદોશ દ્વારા સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત જે ભવન નિર્માણ માટે

ગ્રાન્ટ આપી તેના માટે તેમને અભિનંદન આપ્યા અને તેમના આવા ઉમદા કાર્યો ની પ્રસંસા

કરી અને આ ભવનમાં જે લેબ છે તે વધુ સઘન બને તેના માટેની સંસાધનો વિકસે તે માટે પણ

તેમણે માર્ગદર્શન આપ્યું.

મેયર દક્ષેશભાઈ માવાણીએ પોતાના ઉદબોધનમાં સુરત મહાનગર નો જે

વિકાસ થઈ રહ્યો છે તે વૈશ્વિક સ્તરે અને સ્વચ્છતા સંદર્ભે જે રેન્કિંગ પ્રાપ્ત

થયું છે તેની વાત કરી અને આદરણીય શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા આ પ્રકારના

અનુદાન થી જે સંશોધન કેન્દ્ર બન્યું છે એ કેન્દ્ર સમાજ વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ

બની રહેશે આપણે ત્યાંના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો માટે પણ આ એક અનુકૂળ અનુદાન યોગ્ય

માર્ગે એમણે આપ્યું છે એ બદલ એમણે એમની પ્રશંસા કરી અને સુરતના વિકાસમાં આ કાપડ

સંશોધન કેન્દ્ર અને વિસ્તરણ કેન્દ્ર જે છે તે વધુ લોકોને ઉપયોગી થશે જે વ્યાપાર

વાણીજ્ય સાથે જોડાયેલા છે તેના માટે પણ આ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે ભવિષ્યની પેઢી

માટે સંશોધન કરનારા માટે આ કેન્દ્ર વધુ ઉપયોગી થશે.

દર્શનાબેન જરદોશે પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

કાર્યકાળમાં જે એમણે રેલવે મંત્રી કાપડ મંત્રી તરીકે જે કાર્યો કર્યા છે તેની વાત

કરી અને વિકસિત ભારત બનાવવા માટે

સરકારની કામગીરી જે છે એ જુદા જુદા ક્ષેત્રોમાં કેવી રીતે સૂક્ષ્મતાથી થાય છે તેની

વાત કરી તેની સાથે સાથે તેમણે નર્મદ વિશ્વ વિદ્યાલયના નામની વાત પણ કરી અને સુરત

માં જે પરંપરિત જરી ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે ડાયમંડ ઉદ્યોગ છે તેની વાત કરી અને

વર્તમાનમાં વૈશ્વિક જે પરિદ્રશ્ય થયા છે તેની અસર સુરત અને ભારતના ઉદ્યોગો પર કેવી

રીતે પડે છે તેમાંથી આપણે કઈ રીતે બહાર આવી શકીશું એના માટેના કેટલાક સંદર્ભો

માન્ય વડાપ્રધાન દ્વારા સૂચવાયેલા તેમની ચર્ચા પણ તેમણે કરી હતી અને તેમણે

તેમના આ કાર્યને વધુ આગળ વધારવા માટે સંસાધનો વિકસે અને સંશોધકો દ્વારા એ

સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને વિશ્વવિદ્યાલય નવા આયામ ઉપર પહોંચે અને રાષ્ટ્રના

વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે માટે તેમણે આ પોતાની ગ્રાન્ટ ફાળવી.

કુલપતિ કિશોરસિંહ એન. ચાવડા સાહેબે આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી પોતાના ઉદબોધનમાં

માનનીય પૂર્વસંસદ સભ્ય અને પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશનો અનુદાન માટે

આભાર વ્યક્ત કરી અને વિશ્વવિદ્યાલય પરિસરમાં કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર

અનુદાન આપી નવી પેઢીને કૌશલ્ય પૂર્ણ બનાવી અને ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળ હોય તેવા

સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ શરૂ થશે.

વધુમાં તેમણે જણાવ્યું

હતું કે આ ભવનમાં જે સુવિધાઓ છે તે સુવિધાઓની સાથે નવી લેબ ઊભી થાય અને તેની સાથે

સાથે દરિયા કિનારા ઉપર વસેલું આપણું આ શહેર અને એને અંતર્ગત લોજિસ્ટિક્સ અને મરીન

સાયન્સના અભ્યાસક્રમો શરૂ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે તેની પણ તેમણે વાત

પોતાના ઉદબોદનમાં કરી હતી.

કુલ 2923 ચો.ફૂટ ક્ષેત્રફળધરાવતા આ કેન્દ્રના નિર્માણ માટે રૂ.81,00,000/-નો ખર્ચ થયેલો છે.

કેન્દ્રમાં રીસર્ચ લેબોરેટરી, રેકોર્ડીંગ રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande