જામનગરમાં ગણેશ વિસર્જન માટે બે મોટા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. ગત વર્ષે જે સ્થળે વિસર્જન કુંડ બનાવાય હતા, તે સ્થળ પૈકી એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ
ગણેશજી


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. ગત વર્ષે જે સ્થળે વિસર્જન કુંડ બનાવાય હતા, તે સ્થળ પૈકી એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડીયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઇન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે. અને બંને સ્થળે હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી તારીખ ૨૭ ઓગસ્ટ થી ૭ જુલાઈ સુધી બંને સ્થળે મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સરકારની ગાઈડલાઈન મુજબ સમુદ્રમાં ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નહીં કરવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નાની મોટી અનેક પ્રકારની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તે માટેના મોટા બે વિસર્જન કુંડ બનાવાય છે. જામનગરના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના બંને સ્થળો પર બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહૃાા છે. જેમાં ૫૦ મીટરની લંબાઈ, અને ૨૦ મીટરની પહોળાઈ, તેમજ સાડા સાત ફૂટની એવરેજ ઊંડાઈ વાળા કુંડ તૈયાર કરીને તેમાં મોટું પ્લાસ્ટિક પાથરવામાં આવશે, જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહૃાો છે. જેનું લેવલ દરરોજ મેન્ટેઇન થાય તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સાથો સાથ વિસર્જન કુંડ પાસે ગણેશભક્તો પોતાની મૂર્તિ ટેબલ પર રાખીને અંતિમ પૂજા વગેરે કરી શકે, તે માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જ્યારે પૂજાની સામગ્રી એકત્ર કરવા માટેના મોટા બેરલ સહિતની સુવિધા પણ કરેલ છે. લોકો સાંજ ના સમય બાદ પણ ગણપતિ ની મૂર્તિનું વિસર્જન કરી શકે, તે માટે લાઇટિંગ- જનરેટર સહિતની સુવિધા અને પીવાના પાણી, ટોયલેટ બ્લોક, પાર્કિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને પ્રત્યેક કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ૧૦ થી ૧૨ તરવૈયાની ટીમને પણ રાખવામાં આવી છે. તેમજ ફાયર બ્રિગેડની ટુકડીનો પણ રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહૃાો છે. સવારે ૯.૦૦ વાગ્યાથી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી આગામી તારીખ ૨૭ ઓગસ્ટ થી ૭ જુલાઈ સુધી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અને બંને સ્થળે હાઇડ્રા ક્રેઈનની પણ મદદ લઈને પણ મોટી મૂર્તિની વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાશે. જે સમગ્ર વ્યવસ્થાની દેખરેખ વર્ક આસી. હિરેન સોલંકી અને તેમની ટીમ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande