સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)-અડાજણ વિસ્તારમાં રહેતા અને ગ્રે કાપડના તાકાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને સચિનમાં રહેતા બેઠક બાદ ઈસમો ભેટી ગયા હતા. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ખાતામાંથી ગ્રે કાપડનો માલ જોબ વર્ક કરવા માટે લીધા બાદ એક પણ રૂપિયો પરત નહીં આપી અને માલ પણ નહીં આપી કુલ રૂપિયા 24 લાખનો માલ સગેવગે કરી નાખ્યો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ તમામને સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ વિસ્તારમાં ડી માર્ટ ની સામે સૂર્યોદય કોમ્પલેક્ષમાં રહેતા રાજ ભુરાભાઈ વરુ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર 14માં સાઈ ટેક્સ નામની કંપની ધરાવે છે. વર્ષ 2022માં ગૌતમભાઈ ધીરુભાઈ (રહે.કૃષ્ણ રો હાઉસ સનલાઈટ સ્કૂલની સામે સચિન) અને અલ્પેશભાઈ જયંતીભાઈ લાખાણી (રહે કૃષ્ણ રો હાઉસ સનલાઈટ સ્કૂલની સામે સચિન) સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓને જુલાઈ 2022 થી જુન 2023 સુધીમાં જોબ વર્ક કરી આપવાના બહાને યાર્નનો માલ ખરીદી કર્યો હતો. યાર્નમાંથી બનાવેલ ગ્રે કાપડના તાકાઓ રૂપિયા 24 લાખના તથા સાડીઓના કાપડનો માલ લીધા બાદ એક પણ રૂપિયો પરત આપ્યો હતો અને માલ પણ પરત આપ્યો ન હતો અને આ તમામ મુદ્દા માલ બારોબાર વેચી નાખી રાજભાઈ સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે બાદમાં રાજભાઈએ આ મામલે ગૌતમ જાગાણી અને અલ્પેશ લાખાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 24 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે