નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર નિક કિર્ગિઓસ, સતત
ત્રીજા વર્ષે યુએસ ઓપનમાં ભાગ લેશે નહીં. ટુર્નામેન્ટના આયોજકોએ ગુરુવારે તેના ખસી
જવાની પુષ્ટિ કરી.
30 વર્ષીય કિર્ગિઓસ
છેલ્લા કેટલાક વર્ષોથી પગ,
ઘૂંટણ અને
કાંડાની ઇજાઓથી પીડાઈ રહ્યો છે. તેણે આ સિઝનમાં ફક્ત પાંચ એકલ મેચ રમી છે, જેમાંથી ચારમાં
હારનો સામનો કરવો પડ્યો છે.
કિર્ગિઓસની કારકિર્દીનું સૌથી સફળ વર્ષ 2022 હતું, જ્યારે તે
વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચ્યો અને ન્યૂયોર્કમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. જોકે, ઇજાઓને કારણે
તેની કારકિર્દી પ્રભાવિત રહી. તેણે 2023માં માત્ર એક જ મેચ રમી હતી, જ્યારે આખું વર્ષ 2024 ચૂકી ગયો હતો. આ
વર્ષે પણ, માર્ચમાં મિયામી
ઓપનમાં બીજા રાઉન્ડમાં હાર્યા પછી તેણે કોઈ એકલ મેચ રમી નથી.
કિર્ગિઓસની જગ્યાએ ‘લકી લુજર' ખેલાડીનો મુખ્ય ડ્રોમાં સમાવેશ કરવામાં આવશે. આ
વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ, યુએસ ઓપનના એકલ મેચ રવિવારથી શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ