ભારતીય મૂળના પીઢ બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં અવસાન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય મૂળના પીઢ બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ (94 વર્ષ)નું, ગુરુવારે સાંજે (સ્થાનિક સમય) લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું. તાજેતરમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે પરિવારના સભ્યોની હાજરીમાં અં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, લોર્ડ સ્વરાજ પોલ સાથેની તસ્વીર શેર કરી


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય મૂળના પીઢ બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ (94 વર્ષ)નું, ગુરુવારે સાંજે (સ્થાનિક સમય) લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું. તાજેતરમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, લોર્ડ સ્વરાજ પોલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરી અને ટ્વિટર પર લખ્યું - શ્રી સ્વરાજ પોલજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. બ્રિટનમાં ઉદ્યોગ, પરોપકાર અને જાહેર સેવામાં તેમનું યોગદાન અને ભારત સાથેના ગાઢ સંબંધો માટે તેમનું અતુટ સમર્થન હંમેશા યાદ રહેશે. હું તેમની સાથેની ઘણી મુલાકાતોને યાદ કરું છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.

18 ફેબ્રુઆરી 1931 ના રોજ પંજાબના જલંધરમાં જન્મેલા લોર્ડ સ્વરાજ પોલ, યુકે સ્થિત કૈપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક હતા. 60ના દાયકામાં, તેઓ તેમની નાની પુત્રી અંબિકાના કેન્સરની સારવાર માટે બ્રિટન ગયા હતા, પરંતુ તેમની 4 વર્ષની પુત્રીના મૃત્યુ પછી, તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરી. આ સંસ્થાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પોતાની પહેલ દ્વારા, વિશ્વભરના બાળકો અને યુવાનોના કલ્યાણ માટે લાખો ડોલરનું દાન કર્યું છે.

લોર્ડ પોલ સન્ડે ટાઇમ્સની રિચ લિસ્ટમાં નિયમિત રહ્યા છે. આ વર્ષે તેમની સંપત્તિ આશરે 2 બિલિયન પાઉન્ડ (જીબીપી) હોવાનો અંદાજ છે અને તેઓ 81 મા ક્રમે હતા.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande