-અતિ પ્રાચીન મંદિરમાં ગુમાનદેવ દાદાના દર્શન કરી ભક્તો થાય છે પાવન
- અમાસે દર્શન કરવા શ્રદ્ધા અને બાધા પૂરી કરવા દૂર દૂરથી પગપાળા ચાલીને ભક્તો આવે છે
-ભારે ભીડ થતી હોવાથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભરૂચ 23 ઓગસ્ટ (હિ.સ.) ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામે અતિ પ્રાચીન મંદિરમાં સાક્ષાત હનુમાનદાદા બિરાજમાન છે.તેમાં આજે શ્રાવણ મહિનો પૂર્ણ થયો અને શનિવાર સાથે અમાસ આવતા તેનું મહત્મય વધી જાય છે. આજે વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ભારે ભીડ સાથે લાંબી કતાર લાગી ગઈ હતી.ગુમાનદેવ દાદાના દર્શન કરી ભક્તો પાવન થયા હતા.આજના દિવસે ભારે ભીડ થતી હોવાથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુમાનદેવ દાદાના દર્શન સાથે તેમની શ્રદ્ધા અને આસ્થાને લઈ આજુબાજુના તેમજ 100 કિલોમીટર દૂરના વિસ્તારના ભક્તો પગપાળા આવી પૂજા ,ભજન કિર્તન હનુમાન ચાલીસા કરી બાધા ઉતારી પાવન કાર્ય કરે છે.આ સાથે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજ દ્વારા દાદાની વિશેષ પૂજા કરી હતી.મંદિરના સંચાલક રવિ સેટ્ટી દ્વારા ગુમાનદેવ મંદિરે ખૂબ સારી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.આ પૌરાણિક મંદિર હોવાથી દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવે છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ