સુરત , 23 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. એટલુંજ નહીં, ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે.વરસાદની સાથો સાથ તેજ પવન પણ ફુકાય રહ્યો છે.ત્યારે પાંડેસરા વિસ્તારમાં આજે સવારે વરસાદ અને પવનને લીધે ઝાડ પડવાની ઘટના બની હતી. અને ઝાડ ત્યાં જ પાર્ક કરેલી એક કાર ઉપર પડ્યો હતો.જેને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા,અને ઝાડ કાર ઉપર પડેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરમાં આજે સવાર એક બાજી ઠેર ઠેર વરસાદ પડી રહ્યો હતો. તેમજ તેજ પવન પણ ચાલી રહી હતી.દરમિયાન પાંડેસરા ખાતે આવેલ સર્વોદયનગરમાં આવેલા વેલકમ પાન સેન્ટરની પાસે પાર્ક કરેલી એક કાર ઉપર આંબાનો ઝાડ પડ્યો હતો. ઝાડ પડવાની આ ઘટનાને પગલે આસપાસમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને કાર ઉપર પડેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ફાયરના જવાનો દવારા ઝાડની ડાળખી હટાવવામાં હતી અને ત્યાર બાદ કારને બહાર કાઢવામાં આવી હતી.એટલું જ નહીં ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું ઝાડની નજીકમાં વીજળીનો થાંભલો પણ હતો,જોકે સદનીસબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઇ હતી.પરંતુ કારને નુકસાન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે