ઓનલાઇન ગેમિંગના ચસકામાં એટીએમ લોડર 9.99 લાખ સાથે ઝડપી
વડોદરા, 23 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરામાં ગોરવા પોલીસ પાસે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે બતાવે છે કે ઓનલાઇન ગેમિંગનો શોખ માણસને ગુનાખોરી સુધી ખેંચી શકે છે. સીએમએસ એજન્સીની ટીમ વડોદરા અને હાલોલ વિસ્તારમાં એટીએમમાં કેશ લોડિંગનું કામ કરતી હતી. 12 ઓગસ્ટે હાલ
atm


વડોદરા, 23 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરામાં ગોરવા પોલીસ પાસે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે બતાવે છે કે ઓનલાઇન ગેમિંગનો શોખ માણસને ગુનાખોરી સુધી ખેંચી શકે છે.

સીએમએસ એજન્સીની ટીમ વડોદરા અને હાલોલ વિસ્તારમાં એટીએમમાં કેશ લોડિંગનું કામ કરતી હતી. 12 ઓગસ્ટે હાલોલના એક એટીએમમાં કેશ ભરવામાં જતી વખતે લોડર તરીકે કામ કરતો અક્ષય અશોકભાઈ માળી (રહે. ગોરવા, માળી મહોલ્લો)એ એક કેશ બોક્સ જમા જ કર્યો નહોતો. તે બોક્સમાં રૂ. 9.99 લાખ હતા.

કંપનીએ ગોરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પીઆઇ કિરીટ લાઠિયાની ટીમે અક્ષયના ઘરે તપાસ કરી. ત્યાંથી કેશ સાથેનું બોક્સ મળી આવતાં તેને ઝડપી લેવાયો.

તપાસમાં બહાર આવ્યું કે, અક્ષય ઓનલાઇન ગેમિંગનો શોખીન હતો અને આર્થિક તંગીને કારણે તેણે આટલું મોટું પગલું ભર્યું. તે રકમનો ઉપયોગ લોન ભરપાઇ કરવા માટે કરવાનો ઈરાદો રાખતો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande