પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે તા. 21 ઓગસ્ટ, 2025ના રોજ સપ્તધારા પ્રવૃત્તિ અંતર્ગત વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન હેઠળ સવારે 9:30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થયો.
રંગોળી, પોસ્ટર મેકિંગ, વક્તૃત્વ અને કાવ્યપઠન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ અને આત્મનિર્ભર ભારત જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. રંગોળીમાં પ્રજાપતિ મિત્તલ પ્રથમ, નાઈ ડિમ્પલ દ્વિતીય અને જયસ્વાલ શ્રેયા તૃતીય સ્થાને રહ્યા. પોસ્ટર મેકિંગમાં નાઈ ડિમ્પલ, કુંભાર તાહેરા અને આહિર નયના ક્રમે પ્રથમ ત્રણ સ્થાને રહ્યા. વક્તૃત્વ સ્પર્ધામાં સોલંકી હિતેશ, પરમાર નયના અને રાજગોર રોશની વિજેતા બન્યા, જ્યારે કાવ્યપઠનમાં સુથાર ચમન, વાળંદ દેવ અને માલી રિદ્ધિએ વિજય મેળવ્યો.
કાર્યક્રમનું સંચાલન સપ્તધારાના કન્વીનર પ્રા. સુદાભાઈ આર. કટારાએ કર્યું હતું. પ્રદિપભાઈ સહિત પ્રિયાબેન, ઉષાબેન, આરતીબા અને કલ્પનાબેન જેવા અતિથિ વ્યાખ્યાતાઓએ સહયોગ આપ્યો. સેવક મિત્રો હિતેશભાઈ, હસમુખભાઈ, રવજીભાઈ અને સવાભાઈએ કાર્યમાં પોતાની સેવાઓ આપી. કાર્યક્રમનું સમાપન ઉષાબેન દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ