ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાપર, સામખિયાળી, ગાગોદર, આડેસર, ખડીર, ભચાઉ લાકડીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક કન્સ્ટ્રક્શન સાઇડ પરપ્રાંતીય ના તમામ આધારો ડોક્યુમેન્ટ તથા મકાનોમાં ભાડે રહેતા શખ્સો તથા મકાન માલિકના તથા જે તે દુકાનો તથા શોપમા નોકરી કરતા હોય તે સ્થળે તપાસ ફોટોગ્રાફી કરી.
-જે તે કન્ટ્રક્શન સાઇટ ચેક કરી તેના ફોટા પાડવા ત્યાંના તમામ માણસો ભેગા કરી સમૂહ ફોટા પાડવા
-તમામ લોકોના આધારકાર્ડ/ચૂંટણીકાર્ડના ફોટો પાડવા
-A રોલ B રોલ ભર્યા અંગે સ્ટેડા માં એન્ટ્રી કરાવવી સાહિતની કામગીરી કરાઈ હતી.
વિવિધ વિસ્તારોમાં કરાઈ ચકાસણી
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ કરાયેલી કામગીરીમાં ગેરકાયદે રહેતા બીજા રાજ્યના લોકો તથા જેતે મકાન માલિક વિરુદ્ધ મકાન ભાડુઆત તથા મકાન માલિક ઉપર પગલાં લેવા સહિતની તથા વગર ડોક્યુમેન્ટે ચલાવવા માં આવતા વાહન ચાલકો તથા કાળા કાચ સામે પગલાં લેવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એમસીઆર 92..હિસ્ટ્રીશીટર 8 કન્સ્ટ્રક્શન સાઇટ 23 પર પર પ્રાંતિય મજૂરો નુ ચેકીંગ તથા 25 જેટલી સોસાયટીમાં લગાવવામાં આવેલા ખાનગી તથા જાહેર કેમેરાના સીસીટીવી કુટેજ જાહેર રસ્તા પર જતા લોકો ની અવરજવર માટે વ્યવસ્થિત કરી સુચના આપવામાં આવી હતી.
શેરીમાં આવતા પરપ્રાંતિઓ પાસે આધાર પુરાવા માગવા સૂચના
તદુપરાંત પરપ્રાંતિય લોકો અંગે સ્થાનિક પોલીસ સ્ટેશન માં જાણ કરવા માટે તથા સોસાયટી, શેરીમાં આવતા પરપ્રાંતિય લોકોની પાસે આધાર પુરાવા માગવા તથા સ્થાનિક પોલીસ ને જાણ કરવા માટે લોકો ને સુચના આપવામાં આવી હતી આજે યોજાયેલ કોમ્બીંગ મા રાપર પીઆઇ જે.બી.બુબડીયા, ખડીર પીઆઇ એમ.એન.દવે, રાપર સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી, આર.આર આમલીયાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA