પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પાછલા બે દિવસથી પાટણ શહેરમાં વરસાદ યથાવત વરસી રહ્યો છે. શુક્રવાર સાંજ બાદ મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો.
શનિવારે દિવસ દરમિયાન ઝાપટાં વરસ્યાં હતા. સાંજના સાડા ત્રણ વાગ્યે ફરી વરસાદ શરૂ થયો અને થોડા સમયમાં જ તે ભારે થયો હતો.
સતત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પરિસ્થિતિએ વાહનવ્યવહારને અસર કરી હતી અને નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ