ગીર સોમનાથ ગણેશ ઉત્સવ' અને 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ની ઊજવણી સંદર્ભે બેઠક યોજાઈ, અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટર
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ''ગણેશ ઉત્સવ'' અને ''રાષ્ટ્રીય રમત-ગમત દિવસ''ની ઊજવણી સંદર્ભે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલાલા, કોડીનાર, ઉના સહિતના તાલુકાના અધિકારીઓ વર્ચ્યુઅલ મ
રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ની ઊજવણી સંદર્ભે બેઠક યોજાઈ


ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે 'ગણેશ ઉત્સવ' અને 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ની ઊજવણી સંદર્ભે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલાલા, કોડીનાર, ઉના સહિતના તાલુકાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં.

કલેક્ટરએ અધિકારીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતાં 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'નું આયોજન કર્યું છે. સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની આ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમને રૂ. ૩ લાખ અને તૃતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્કાર અપાશે.

ગણેશ મહોત્સવ દરમિયાન 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશે તેમજ જિલ્લામાં જે ગણપતિ પંડાલ તૈયાર કરવામાં આવે તે નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરે તેને મૂલ્યાંકિત કરવા માટે જિલ્લામાં બે પ્રાંત અધિકારીઓના અધ્યક્ષ પદ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. એમ કલેક્ટ એ ઉમેર્યું હતું.

વિવિધ રીતે તૈયાર કરાયેલા પંડાલોને ધ્યાનમાં લઈ સ્વચ્છતા, ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે તૈયારી, થીમ આધારીત શણગાર સહિતના માપદંડોથી આ પંડાલોનુ મૂલ્યાંકન કરશે. જેના આધારે તેને ઈનામ આપવામાં આવશે. આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલો'ને કુલ રૂ. ૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એમ કલેક્ટરએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

કલેક્ટરએ વધુમાં 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ને ધ્યાનમાં રાખીને તા.૨૯/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમત-ગમત મહોત્સવ આયોજન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

આ ઉજવણી અંતર્ગત તા.૨૯ ઑગસ્ટે શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓમાં 'ફીટ ઈન્ડિયા' શપથ લેવામાં આવશે તથા “એક કલાક રમતના મેદાનમાં” સૂત્ર સાથે વિદ્યાર્થીઓને મેદાનમાં રમતો રમાડવામાં આવશે. તા.૩૦ ઑગસ્ટે પોલીસ વિભાગ દ્વારા વોલીબોલ, હોકી, રસ્સાખેંચ અને અન્ય વિવિધ રમતોનું આયોજન થશે. જ્યારે તા.૩૧ ઑગસ્ટ એટલે કે ત્રીજા દિવસે 'સન્ડે ઓન સાયકલ' સૂત્ર સાથે વેરાવળ ખાતે સાયકલોથોન યોજાશે.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે 'ગણેશ ઉત્સવ' અને 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ની ઉજવણીની સમગ્ર રૂપરેખા આપી જરૂરી તમામ આનુષાંગીક વ્યવસ્થાઓ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande