વેરાવળ તાલુકાના બીજ ગામમાં દુર્ઘટના સરસ્વતી નદીમાં 40 વર્ષીય યુવાન ડૂબ્યો NDRF ટીમ દ્વારા શોધખોળ કામગીરી ચાલુ
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ તાલુકાના બીજ ગામમાં આજે બપોરે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બીજ ગામના રહેવાસી ઉંમર આશરે 40/45 વર્ષ)યૂવાન સરસ્વતી નદીના પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ જતાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા, પરંતુ
સરસ્વતી નદીમાં 40 વર્ષીય યુવાન ડૂબ્યો


ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ તાલુકાના બીજ ગામમાં આજે બપોરે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બીજ ગામના રહેવાસી ઉંમર આશરે 40/45 વર્ષ)યૂવાન સરસ્વતી નદીના પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ જતાં ડૂબી ગયા હતા.

સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા, પરંતુ નદીના તીવ્ર પ્રવાહને કારણે યૂનાની ને બહાર લાવી શકાયા નહોતા. ઘટના બાદ તરત જ વેરાવળ પોલીસ તથા તાલુકા તંત્ર હરકતમાં આવ્યું હતું.

હાલમાં NDRF ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતદેહની શોધખોળ કામગીરી શરૂ કરી છે, જો કે અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યો નથી.

આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોક છવાયો છે અને મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે ભેગા થયા છે. પરિવારજનોને સાંત્વના આપવા ગામજનો આગળ આવ્યા છે.

તંત્ર દ્વારા અપીલ : વરસાદી મોસમ દરમિયાન નદી-નાળા અને જોખમી વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ, કારણ કે પાણીના પ્રચંડ પ્રવાહને કારણે આવો જીવલેણ બનાવ સર્જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande