છૂટાછેડાની અફવાઓ વચ્ચે, ગોવિંદા એરપોર્ટ પર જોવા મળ્યો
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, તેમના પત્ની સુનિતા આહુજા સાથેના સંબંધો બગડ્યા છે અને બંને છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા છે.
ગોવિંદા -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, તેમના પત્ની સુનિતા આહુજા સાથેના સંબંધો બગડ્યા છે અને બંને છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, તે સમયે ગોવિંદાના વકીલે સ્પષ્ટતા કરી હતી કે, છૂટાછેડાની અરજી ચોક્કસપણે દાખલ કરવામાં આવી હતી, પરંતુ આ મામલો પરસ્પર સંમતિથી ઉકેલાઈ ગયો છે.

સુનિતાએ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, તે ગોવિંદાથી અલગ નહીં થાય. પરંતુ હવે ફરી એકવાર તેમના લગ્ન જીવન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, સુનિતા આહુજાએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં નવી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. આ અરજી ડિસેમ્બર 2024 માં હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ દાખલ કરવામાં આવી હતી. આમાં સુનિતાએ ગોવિંદા પર છેતરપિંડી, અલગ રહેવા અને ક્રૂરતા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

અહેવાલો અનુસાર, સુનિતા દરેક સુનાવણીમાં હાજર રહી છે, પરંતુ ગોવિંદા ઘણી વખત કોર્ટમાં હાજર રહ્યો નથી. કોર્ટે બંનેને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં, તે કાઉન્સેલિંગ સત્રોથી પણ દૂર રહ્યો. આ જ કારણ છે કે, છૂટાછેડાની કાર્યવાહી હવે ગંભીર વળાંક લઈ રહી હોય તેવું લાગે છે. આ અફવાઓ અને વિવાદો વચ્ચે, ગોવિંદા ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સફેદ પોશાક, ટ્રાઉઝર, જેકેટ અને કેઝ્યુઅલ ટી-શર્ટમાં જોવા મળેલો આ અભિનેતા ખૂબ જ ડેશિંગ દેખાતો હતો. તેણે ઘેરા રંગના એવિએટર સનગ્લાસ પહેર્યા હતા અને તેના ક્લીન-શેવન લુકમાં ખૂબ જ સ્માર્ટ દેખાતો હતો. પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરતાની સાથે જ, ગોવિંદાએ હાથ હલાવીને અને ફ્લાઈંગ કિસ આપીને બધાનું સ્વાગત કર્યું. તેની શૈલી એ સંકેત આપતી હતી કે તે તેના અંગત જીવનની ઉથલપાથલને તેના પર હાવી થવા દેતો નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande