ગાંધીધામ આદિપુરમાં 11 હાઇડ્રોજન સિટી બસ દોડાવવા થતું આયોજન, સપ્ટેમ્બરમાં થશે પ્રયોગ
ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) આદિપુર ગાંધીધામમાં સીટી બસ, કે જે લાલ બસ તરીકે ઓળખાતી તે બંધ થયા બાદ નગરપાલિકાએ પ્રયાસ કર્યા પણ સફળતા ન મળી. કેન્દ્ર સરકાર દ્વારા કંડલા બંદરને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવાઈ રહ્યું છે અને તેનું ઉત્પાદન પણ પ્રારંભિક તબક્કે શરૂ
ગાંધીધામ આદિપુરમાં 11 હાઇડ્રોજન સિટી બસ દોડાવવા થતું આયોજન, સપ્ટેમ્બરમાં થશે પ્રયોગ


ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) આદિપુર ગાંધીધામમાં સીટી બસ, કે જે લાલ બસ તરીકે ઓળખાતી તે બંધ થયા બાદ નગરપાલિકાએ પ્રયાસ કર્યા પણ સફળતા ન મળી. કેન્દ્ર સરકાર દ્વારા કંડલા બંદરને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવાઈ રહ્યું છે અને તેનું ઉત્પાદન પણ પ્રારંભિક તબક્કે શરૂ થઈ રહ્યું છે. આ પહેલ અંતર્ગત એન.ટી.પી.સી. દ્વારા ડીપીએને હાઈડ્રોજન બસો ફાળવવામાં આવશે. આ બસોને શહેરીજનો માટે સિટીબસ સેવાના રૂપમાં દોડાવવા માટે દીનદયાલ પોર્ટ દ્વારા આયોજન ઘડવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં એક ડેમો માટે હાઈડ્રોજન બસ આવશે. જેનાથી આગામી સમયમાં આવનારી11બસનું સંચાલન કઈ રીતે કરવું તે સહિતની બાબતોનો વિસ્તૃતમાં ખ્યાલ આવશે.

મહાનગરના વિવિધ ભાગોમાં સર્વે હાથ ધારાયો, આસપાસના ગામોનો પણ સમાવેશ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા દીનદયાલ પોર્ટને11બસ આપવામાં આવશે. આ હાઈડ્રોજન બસ ગાંધીધામ આદિપુરમાં સિટી બસના સ્વરૂપમાં દોડાવવામાં માટેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના નક્શાના આધારે આદિપુર ગાંધીધામના વિવિધ વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હવે સ્થળ ઉપર રૂબરૂ થઈને સર્વે હાથ ધરાશે. ગાંધીધામ,આદિપુર,મેઘપર બોરીચી,શિણાય,અંતરજાળ,ભારત નગર,સુંદરપુરી,ગાંધીધામની મુખ્ય બજાર,આદિપુર સહિતના વિસ્તારોના રૂટ બનાવવા માટેની કવાયત પોર્ટ પ્રશાસન દ્વારા આદરવામાં આવી છે.

કંડલાના પ્લાન્ટમાં તૈયાર થશે સિલિન્ડર, બસમાં 33 સિટની ક્ષમતા

બસમાં હાઈડ્રોજના સિલિન્ડર બેસાડવામાં આવશે. આ સિલિન્ડર કંડલા ખાતે તૈયાર થયેલા એક મેઘાવોટના હાઈડ્રોજન પ્લાન્ટમાંથી રિફીલિંગ કરીને ગાંધીધામમાં રાખવાની વ્યવસ્થા ગોઠવવા અંગેની પણ વિચારણા ચાલી રહી છે. હાલ મહાનગરપાલિકાને પણ રાજ્ય સરકાર દ્વારા80ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું આયોજન છે,પરંતુ તેનું કોઈ નક્કર આયોજન હાલ જણાતું નથી. આ 11હાઈડ્રોજન બસ સંભવત2026ના વર્ષમાં કંડલા પોર્ટને ફાળવવામાં આવશે તેવી શકયતા છે એટલે આગામી વર્ષમાં ગાંધીધામને હાઈડ્રોજન બસના સ્વરૂપમાં 33સીટરની ક્ષમતા ધરાવતી હાઈડ્રોજન બસની ભેટ મળશે. વહેલી સવારથી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવે તે રીતે રૂટ બનાવવા અંગેની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande