ભારત 25 ઓગસ્ટથી અમેરિકાની ટપાલ સેવાઓ સ્થગિત કરશે
- 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય ટપાલ વિભાગે, 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તે પત્રો/દસ્તાવેજો અને ભેટ વસ્તુઓ સિવાય, જેની કિ
ભારતીય ટપાલ સેવા


- 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત

નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય ટપાલ વિભાગે, 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તે પત્રો/દસ્તાવેજો અને ભેટ વસ્તુઓ સિવાય, જેની કિંમત 100 યુએસ ડોલર સુધીની છે.

સંદેશાવ્યવહાર મંત્રાલયે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી યુનાઇટેડ સ્ટેટ્સને મળતી તમામ ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી રહ્યો છે. કારણ કે, ટ્રમ્પ વહીવટીતંત્રના નવા કસ્ટમ નિયમો આ મહિનાના અંતમાં અમલમાં આવવાના છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોસ્ટ વિભાગે 30 જુલાઈ, 2025 ના રોજ યુએસ વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14324 ની નોંધ લીધી છે, જે હેઠળ 29 ઓગસ્ટ, 2025 થી 800 યુએસ ડોલર સુધીના માલ પર ડ્યુટી-ફ્રી લઘુત્તમ મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે. પરિણામે, યુ.એસ.માં મોકલવામાં આવતી તમામ આંતરરાષ્ટ્રીય પોસ્ટલ વસ્તુઓ, તેમની કિંમત ગમે તે હોય, દેશ-વિશિષ્ટ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈઈપીએ) ટેરિફ ફ્રેમવર્ક મુજબ કસ્ટમ્સ ડ્યુટીને આધીન રહેશે. ફક્ત 100 યુએસ ડોલર સુધીની ભેટ વસ્તુઓ જ ડ્યુટી-ફ્રી રહેશે.

ઓર્ડર અનુસાર, ફક્ત આંતરરાષ્ટ્રીય કેરિયર્સ અને યુએસ કસ્ટમ્સ દ્વારા મંજૂર કરાયેલ અન્ય લાયક પક્ષો જ પોસ્ટલ શિપમેન્ટ પર ડ્યુટી એકત્રિત કરી શકશે અને ચૂકવી શકશે. જોકે, આ પક્ષોને મંજૂરી આપવાની અને ડ્યુટી વસૂલવાની પ્રક્રિયા હજુ સ્પષ્ટ ન હોવાથી, એરલાઇન્સે કહ્યું છે કે, તેઓ 25 ઓગસ્ટ પછી પોસ્ટલ પાર્સલ યુ.એસ. લઈ જઈ શકશે નહીં.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇન્ડિયા પોસ્ટ 25 ઓગસ્ટથી યુ.એસ.માં તમામ પ્રકારની વસ્તુઓનું બુકિંગ સ્થગિત કરશે. જોકે, 100 યુએસ ડોલર સુધીના પત્રો, દસ્તાવેજો અને ભેટોને મુક્તિ આપવામાં આવશે. પોસ્ટલ વિભાગે જણાવ્યું હતું કે, જે ગ્રાહકોએ પહેલાથી જ પાર્સલ બુક કરાવ્યા છે અને તેમને મોકલી શકતા નથી, તેઓ પોસ્ટેજ રિફંડનો દાવો કરી શકે છે.

સંચાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટ વિભાગ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ખૂબ જ દિલગીર છે અને ખાતરી આપે છે કે શક્ય તેટલી વહેલી તકે યુએસમાં સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) અને યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ (યુએસપીએસ) તરફથી વધુ સ્પષ્ટતા પ્રાપ્ત થયા પછી, આ મુક્તિ પામેલી શ્રેણીઓ સ્વીકારવામાં આવશે અને યુ.એસ. મોકલવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande