બેંગલુરુ, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). કર્ણાટકના ચિત્રદુર્ગના કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના કેસમાં કોંગ્રેસના ધારાસભ્યની મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ જણાવ્યું હતું કે, શુક્રવારે દરોડા દરમિયાન તેમણે 12 કરોડ રૂપિયા રોકડા (વિદેશી ચલણ સહિત), 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, 10 કિલો ચાંદી અને ચાર વાહનો જપ્ત કર્યા હતા. ધારાસભ્યને સિક્કિમના ગંગટોકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બેંગલુરુ કોર્ટમાં રજૂ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા.
ધરપકડ ત્યારે થઈ, જ્યારે કે.સી. વીરેન્દ્ર તેમના સાથીઓ સાથે કેસિનોની લીઝ લેવા માટે ગંગટોક ગયા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ કે.સી. નાગરાજ અને પુત્ર પૃથ્વી એન. રાજના ઘરેથી મિલકત સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ઇડીએ એમ પણ કહ્યું હતું કે, તેમને માહિતી મળી છે કે તેમના બીજા ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ઓનલાઈન ગેમિંગ બિઝનેસ ચલાવતા હતા.
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ મહાદેવપ્પા/વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ