સંસદ સભ્યોએ, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ ડૉ. બલરામ જાખડને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ ડૉ. બલરામ જાખડની જન્મજયંતિ પર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, સંસદ સભ્યો, ભૂતપૂર્વ સભ્યો અને લોકસભા મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે, શનિવારે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ડૉ. જાખડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સંસદ સભ્યોએ બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ડૉ. જાખડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ ડૉ. બલરામ જાખડની જન્મજયંતિ પર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, સંસદ સભ્યો, ભૂતપૂર્વ સભ્યો અને લોકસભા મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે, શનિવારે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ડૉ. જાખડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આ પ્રસંગે, લોકસભા અને રાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ ડૉ. જાખડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ડૉ. બલરામ જાખડ, 22 જાન્યુઆરી 1980 ના રોજ સાતમી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 15 જાન્યુઆરી 1985 સુધી આ પદ પર રહ્યા હતા. 16 જાન્યુઆરી 1985 ના રોજ, તેઓ સર્વાનુમતે આઠમી લોકસભાના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા હતા અને તેઓ સમગ્ર કાર્યકાળ માટે એટલે કે 18 ડિસેમ્બર 1989 સુધી આ પદ પર રહ્યા હતા. સ્વતંત્ર ભારતમાં સતત બે લોકસભાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન ડૉ. જાખડે ગૃહનું નેતૃત્વ કર્યું હતું. ખેડૂત પરિવારમાંથી આવતા ડૉ. જાખડ એ, 1991 થી 1996 સુધી 10મી લોકસભા દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ડૉ. જાખડનું 3 ફેબ્રુઆરી 2016 ના રોજ અવસાન થયું.

ડૉ. બલરામ જાખડના ચિત્રનું અનાવરણ, 10 ફેબ્રુઆરી 2014 ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande