અમે 2035 સુધીમાં એક ભારતીય અવકાશ મથક બનાવવા જઈ રહ્યા છીએ, પહેલું મોડ્યુલ 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે - વી નારાયણન
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ઈસરોના અધ્યક્ષ વી નારાયણને શનિવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાનના માર્ગદર્શન અને દ્રષ્ટિકોણના આધારે, અમે ચંદ્રયાન-4 મિશન કરવા જઈ રહ્યા છીએ. અમે શુક્ર ઓર્બિટર મિશન કરવા જઈ રહ્યા છીએ. અમે 2035 સુધીમાં એક અવકાશ મથક બનાવવા જ
ભારત મંડપમ ખાતે આયોજિત ઈસરો નો રાષ્ટ્રીય અવકાશ દિવસ કાર્યક્રમ


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ઈસરોના અધ્યક્ષ વી નારાયણને શનિવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાનના માર્ગદર્શન અને દ્રષ્ટિકોણના આધારે, અમે ચંદ્રયાન-4 મિશન કરવા જઈ રહ્યા છીએ. અમે શુક્ર ઓર્બિટર મિશન કરવા જઈ રહ્યા છીએ. અમે 2035 સુધીમાં એક અવકાશ મથક બનાવવા જઈ રહ્યા છીએ, જેને ભારતીય અવકાશ મથક કહેવામાં આવશે અને તેનું પહેલું મોડ્યુલ 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે, ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા વી નારાયણને કહ્યું કે, વડા પ્રધાને એનજીએલ (નેક્સ્ટ જનરેશન લોન્ચર) ને પણ મંજૂરી આપી છે. વર્ષ 2040 સુધીમાં, ભારત ચંદ્ર પર ઉતરશે અને સુરક્ષિત રીતે પરત પણ આવશે. આમ, વર્ષ 2040 સુધીમાં, ભારતીય અવકાશ કાર્યક્રમ વિશ્વના કોઈપણ અન્ય અવકાશ કાર્યક્રમની સમકક્ષ હશે.

ઈસરો ના ચેરમેન વી. નારાયણને કહ્યું, અમારી એક મોટી સિદ્ધિ એ છે કે, અમે અમારા એક 'ગગનયાત્રી'ને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલ્યા. આ માટે, આપણે ફરીથી પ્રધાનમંત્રીનો આભાર માનવો જોઈએ. તેમનો વિચાર હતો કે, અમારા રોકેટ સાથે ગગનયાત્રી મોકલતા પહેલા, આપણે તેમાંથી એકને આઈએસએસ પર મોકલવા જોઈએ. તેમના વિઝનને કારણે આજે મોટી સફળતા મળી. શુભાંશુ શુક્લા, આઈએસએસ ગયા અને સુરક્ષિત રીતે પાછા ફર્યા.

ઈસરો ના ચેરમેન વી. નારાયણને કહ્યું કે, 23 ઓગસ્ટ 2023 એક ઐતિહાસિક દિવસ હતો. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. અમે આવું કરનાર એકમાત્ર દેશ બન્યા. ભારતના પ્રધાનમંત્રીએ અમને અવકાશ પ્રવૃત્તિઓ માટે દિશા અને માર્ગદર્શન આપ્યું. ચંદ્રયાન-3ના લેન્ડિંગ સ્થળને તેમના દ્વારા 'શિવ શક્તિ બિંદુ' નામ આપવામાં આવ્યું. તેમણે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે પણ જાહેર કર્યો.

ભારત મંડપમ ખાતે આયોજિત ઈસરો ના બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસ કાર્યક્રમમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande