પાટણમાં જૈન મંડળ સંચાલિત DLSS અને TDS વિદ્યાલયના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): સરદાર પટેલ રમત ગમત સંકુલ, પાટણ ખાતે તા. 20-21 ઓગસ્ટના રોજ યોજાયેલી 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ કુલ 26 મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં 24 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ
પાટણ જૈન મંડળ સંચાલિત DLSS અને TDS વિદ્યાલયના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): સરદાર પટેલ રમત ગમત સંકુલ, પાટણ ખાતે તા. 20-21 ઓગસ્ટના રોજ યોજાયેલી 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ કુલ 26 મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં 24 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

14 વર્ષના વય જૂથમાં અલ્ફેજ ચોટીયારાએ 200 મીટર, કરણ મકવાણાએ 400 મીટર, રોહિત તરાલે 600 મીટર અને અજય પંચાલે 80 મીટર હર્ડલ્સમાં વિજય મેળવ્યો. 17 વર્ષના વય જૂથમાં વિજય ઠાકોરે 200 મીટર અને 3000 મીટર, ભરત સોલંકીએ 400 મીટર હર્ડલ્સ તથા ભાવેશ સોલંકીએ 800 મીટર અને 1500 મીટરમાં સોનાની સિદ્ધિ મેળવી. સાથે જ બહેનોની કેટેગરીમાં ભૂમિકા રાજપૂત, જાનવી સોલંકી, કલ્પના ચૌધરી અને શ્રુતિ ઠાકોરે વિવિધ સ્પર્ધાઓમાં મેડલ કબજે કર્યા.

વિદ્યાલયના આદર્શ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈ, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી ડૉ. કિરણભાઈ પટેલ તેમજ કોચ પી.ડી. ઝાલા અને એસ.બી. પ્રજાપતિએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande