સર્જીયો ગોર, ભારતમાં આગામી અમેરિકી રાજદૂત બનશે, ટેરિફ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય
વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના વર્તમાન ડિરેક્ટર સર્જીયો ગોર, ભારતમાં આગામી અમેરિકી રાજદૂત બનશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુઓમાંના એક, સર્જીયો ગોરને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂતની
સર્જીયો ગોર, ભારતમાં આગામી અમેરિકી રાજદૂત


વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના વર્તમાન ડિરેક્ટર સર્જીયો ગોર, ભારતમાં આગામી અમેરિકી રાજદૂત બનશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુઓમાંના એક, સર્જીયો ગોરને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂતની જવાબદારી માટે નામાંકિત કરવામાં આવ્યા છે. સર્જીયો ગોર, ભારતમાં 26મા અમેરિકી રાજદૂત બનશે. ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ વચ્ચે ટ્રમ્પે આ નિર્ણય લીધો છે.

આ જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, તેઓ સર્જીયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નિયુક્ત કરી રહ્યા છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સર્જીયો એ વ્યક્તિ છે જે અમારા 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' મિશનને આગળ લઈ જશે.

ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે નામાંકિત થવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા, સર્જીયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનું સૌથી મોટું સન્માન હશે! આપણા વ્હાઇટ હાઉસે અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.

સર્જીયો ગોર, એરિક ગાર્સેટ્ટીનું સ્થાન લેશે, જેમણે આ વર્ષે જાન્યુઆરી સુધી ભારતમાં અમેરિકી એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ આ પદ છેલ્લા સાત મહિનાથી ખાલી હતું. સેનેટ દ્વારા મંજૂરી ન મળે, ત્યાં સુધી ગોર તેમની વર્તમાન ભૂમિકામાં રહેશે. તેમની નિમણૂકને સેનેટ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

સર્જીયો ગોર, ટ્રમ્પના વિશ્વાસુઓમાંના એક રહ્યા છે. તેમણે ટ્રમ્પ માટે બે પુસ્તકો પ્રકાશિત કર્યા. ટ્રમ્પના પ્રચારના સમર્થનમાં સૌથી મોટા સુપર પીએસીમાંના એકનું સંચાલન પણ કર્યું. તેમનો જન્મ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં થયો હતો અને 12 વર્ષની ઉંમરે તેઓ તેમના પરિવાર સાથે અમેરિકા આવ્યા હતા.

ટ્રમ્પે એવા સમયે ગોરને ભારતમાં રાજદૂત તરીકે જાહેર કર્યા છે, જ્યારે અમેરિકા-ભારત સંબંધો તણાવપૂર્ણ છે. ટ્રમ્પે કેટલાક ભારતીય ઉત્પાદનો પર વધારાની 25% ડ્યુટી લાદી છે અને હવે 27 ઓગસ્ટથી તેને વધારીને 50% કરવાની યોજના બનાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande