પોરબંદરમાં, સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિવિધ મંજૂર થયેલા પ્રોજેક્ટ માટેની જમીન ફાળવણી, કુછડી, કા
પોરબંદરમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદરમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદરમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદરમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

જેમાં પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિવિધ મંજૂર થયેલા પ્રોજેક્ટ માટેની જમીન ફાળવણી, કુછડી, કાટેલા સહિતની સ્કુલોમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા, વિવિધ ગામોના નવા ગામતળ મંજુર કરવા સહિતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પડતર પ્રશ્નો અંગે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીએ જમીન માપણી, જિલ્લાની વિવિધ સ્કૂલોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઉભુ કરવા, જમીન ફાળવણી સહિતના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં કલેકટરએ આગામી તા.29 થી 31 ઓગસ્ટ દિવસ દરમ્યાન નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત વિવિધ રમતો સહિતનું આયોજન કરવામાં આવશે આ ઉજવણીમાં અધિકારી- કર્મચારીઓ સહભાગી બને તે માટેની અપીલ કરી હતી.

આ બેઠકમાં મંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્યના પ્રશ્નોના સમયમર્યાદામાં નીરાકરણ, વિવિધ વિભાગના આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓના નિકાલ, સરકારી લેણાની વસૂલાત અંગે, તુમાર સેન્સસની વિગતો, કર્મચારીઓના પેન્શન કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને માર્ગદર્શક સૂચન આપવામાં આવ્યા હતા.

આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જે. બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન. બી. રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે. સી. ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande