નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). ભારતે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ હથિયાર પ્રણાલી (આઈએડબ્લ્યુએસ) નું સફળ પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) એ, 23 ઓગસ્ટના રોજ બપોરે 12.30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે આઈએડબ્લ્યુએસ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, રવિવારે એક એક્સ પોસ્ટમાં ડીઆરડીઓ ને આ સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા અને લખ્યું કે, તેણે દેશની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થાપિત કરી છે. તે દુશ્મનના હવાઈ જોખમો સામે પ્રાદેશિક સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
આઈએડબ્લ્યુએસ એક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. જેમાં ઘણી સ્વદેશી મિસાઇલો અને શક્તિશાળી લેસર શસ્ત્રોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ માત્ર દુશ્મનના લડાકુ વિમાનો, ડ્રોન હુમલાઓ, હેલિકોપ્ટર હુમલાઓ સહિત દરેક પ્રકારના હવાઈ હુમલાને નિષ્ક્રિય કરવામાં સક્ષમ નથી, પરંતુ હવામાં દુશ્મનના શસ્ત્રોને પણ મારી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ