જમ્મુ, નવી દિલ્હી,24 ઓગસ્ટ (હિ.સ.)
કિશ્તવાડ જિલ્લાના ચશોતી ગામમાં, 14 ઓગસ્ટના રોજ વાદળ ફાટવાની ઘટના બાદ, પરિસ્થિતિની સમીક્ષા
કરવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રવિવારે જમ્મુ પહોંચ્યા હતા, પરંતુ ખરાબ
હવામાનને કારણે, તેઓ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ શક્યા ન હતા. આ ઘટનામાં 64 લોકો માર્યા ગયા
હતા અને 34 થી વધુ લોકો હજુ
પણ ગુમ છે.
સંરક્ષણ પ્રધાને, સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) જમ્મુની, મુલાકાત
લીધી હતી, જ્યાં તેઓ વાદળ
ફાટવાની ઘટનામાં બચી ગયેલા લોકોને મળ્યા હતા. તેમણે તેમની સ્થિતિ અને તેમને
આપવામાં આવતી સારવાર વિશે પૂછપરછ કરી હતી. બાદમાં, પત્રકારો સાથે વાત કરતા
તેમણે કહ્યું હતું કે,”
તેઓ ચશોતી ઘટનાના ઘાયલોને મળવા આવ્યા હતા. વડાપ્રધાન મોદી પણ, પરિસ્થિતિ પર નજર
રાખી રહ્યા છે. ખરાબ હવામાનને કારણે, હું ઘટનાસ્થળે પહોંચી શક્યો નહીં.
હોસ્પિટલમાં બધા દર્દીઓ ખતરાની બહાર છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.
હું ડોકટરોના સમર્પણની પ્રશંસા કરું છું.”
સંરક્ષણ મંત્રી સાથે, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ
અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર હતા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ