ગીર સોમનાથ ડોળાસા ગામની બેંકમાં ધારકોના નાણાની સલામતી માટે સચોટ જાણકારી માટે શિબિરનું આયોજન કરાયું
ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા ગામની કે.ટી.સી બેંકમાં રિઝર્વ બેંકના અધિકારીઓને ઉપસ્થિતમાં કેવાયસી તેમજ સોશિયલ સિક્યોરિટી ઝુંબેશ ચલાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બેક ઘારોકો હાજર રહ્યા હતા. ડોળાશા ખાતે આવેલ કે.ટી.સી બેંકની શાખામાં બેંક ધારકોના ના
ગીર સોમનાથ ડોળાસા ગામની બેંકમાં ધારકોના નાણાની સલામતી માટે સચોટ જાણકારી માટે શિબિરનું આયોજન કરાયું


ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા ગામની કે.ટી.સી બેંકમાં રિઝર્વ બેંકના અધિકારીઓને ઉપસ્થિતમાં કેવાયસી તેમજ સોશિયલ સિક્યોરિટી ઝુંબેશ ચલાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બેક ઘારોકો હાજર રહ્યા હતા. ડોળાશા ખાતે આવેલ કે.ટી.સી બેંકની શાખામાં બેંક ધારકોના નાણાંની સલામતી માટે સસોઠ જાણકારી ના હેતુથી માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં રિઝર્વ બેન્ક અમદાવાદ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને મેનેજર તેમજ ktc બેંક કોડીનારના જનરલ મેનેજર બીકે વાળાએ બેંક ગ્રાહકોના નાણાંની સલામત અને સાર્થક માહિતી આપી હતી. બેકના દરેક ગ્રાહકોને કેવાયસી પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. રિઝર્વ બેંક દ્વારા આ પ્રક્રિયા દેશમાં ચાલી રહી છે. બેંકના ધારકો ખાસ કરીને ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બેંકના મેનેજર ગોપાલભાઈ મોરી અને સ્ટાફ અને સેવા ભાવી યુવાનોએ રી.કે.વાય સી ઝુંબેશ સફળતા બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande