સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસની અમાસના અવસરે શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન, પકવાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવેલા.
આ શ્રૃંગારનો આધ્યાત્મિક સંદેશ એવો છે કે જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે. ત્યારે જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે આ સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી ભક્તોએ ગ્રહણ કર્યો હતો. 52 ધ્વજાપુજા તથા 68 સોમેશ્વર મહાપુજા થયેલી હતી. સાંજે 7-00 સુધીમાં 79,879 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ